- અને યુગો વીત્યા.
કમર ઉપર બોજ
ઊંચકી
ઝુકેલી આંખોથી
ટપક ટપક થાક ઝરતો
ગળામાં કણસાતા
સૂર સાતે ય બોઝિલ
બની
પેટની ગર્તામાં
સ્થિર
સૂનમૂન,ગુમસુમ થયા.
ઢસડતા હાથોની
નસનસ તંગ – પિંડી
કળતી,
જડાયેલા પગ પણ
પડે ઉપડે,પીઠ પર
ચાબખાના સોળે
અવળસવળ ભાત પડતી.
ધૂળના ગોટાએ
ફેફસામાં દર્દો
ભર્યા ઠાંસી
ઠાંસી
અને પોકે પોકે
સમય રડતો
હૈયામહીં.
-
અને યુગો વીત્યા
સ્હેજ બંધન
તૂટ્યા....
અને ડગમગ પગલાં
કેડીઓ કંડારી
શીશ ઉન્નત લઈને
શિખર સર કરવા થનગન
થયાં.
પેટની ગર્તામાં
સ્થિર થઇ સૂતેલા
સાત સૂરના સમદર
ખળભળ ખળભળ ખળભળ
થયા.
કઈ માઝા એની
આંકો કાં હદ એની
ઉછળવા દો મોજાં
અહંના ખડકોને
ચૂર્ણ ચૂર ચૂર
ચૂર કરવા
No comments:
Post a Comment