Friday, December 12, 2014

વિસ્તાર પગલાંનો




ઉઘાડી કાં સાંભળશો જરા ભૂતકાળ પગલાંનો
ભર્યો છે એક એક પળમાં નર્યો ચિત્કાર પગલાંનો

અહીં તો રામ શું કે કૃષ્ણ શું બદ્ધા ય સરખા છે
પમાડી મોક્ષ્ કીધો એમણે ઉધ્ધાર પગલાંનો

નથી ઝાડુ નહિ કુલડી બહુ હરખાઈ ના જાશો
હજીયે એમ ને એમ જ થતો ધિક્કાર પગલાંનો

રહેવા ગામમાં ઘર કે મળે ના સીમમાં ખેતર
હજી કંઈ ખાસ બદલાયો નહિ આકાર પગલાંનો

લગાડી પુચ્છ સમ ઝાડુ ચહ્યાં અણસાર ભૂંસવાને
છતાં ઊભો અડીખમ છે હજી સંસાર પગલાંનો

થયો છે શબ્દના રૂપે નવો અવતાર પગલાંનો
નહીં રોકી શકે કોઈ હવે વિસ્તાર પગલાંનો

ભલે ઇન્કારની આબોહવા છે આજ જામેલી
નહીં ચાલે કર્યાં વિના કાલ સ્વીકાર પગલાંનો  

No comments:

Post a Comment