પોચાં પોચાં
નરમ નરમ સપનાંના
દ્રાવણમાં
સખત ખડક જેવી મારી છાતી
ઓગળતી જાય છે.
ખુલ્લી આંખે
મારી આજુ ને બાજુ
મારા બે હાથ સિવાય
કશું દેખાતું નથી.
ક્ષિતિજો સંકોચાતી જાય
છે,
ફાંસલો બની
મારા ગળાને રૂંધતી જાય છે
ને છાતી પરઆંખોનાં
નેજવાંથી
પોચાં પોચાં
મુલાયમ સપનાં
સતત ઝર્યા કરે છે
ને એના મોહક દ્રાવણમાં
સખત ખડક જેવી મારી છાતી
સતત ઓગળ્યા કરે છે.
No comments:
Post a Comment