‘મા,મનઅ ચાંદલિયો આલોની રઢ મેલ,રાંમા
આંય રોટલાની મંડઈ મ્હોકાણ.
બાર બાર વરહે ના નીર જેમાં આયા’તાં
એવા નવાંણ જેવું ઘર,
આ પાએ,તે પાએ માટીનાં ભેંતડા
ઊધઈના જાંમેલા થર,
બાકોરાં સાદડીનાં ચોમાહે પાંણીની
છુટ્ટા હાથે કરતાં લ્હાણ ......મા મનઅ ..
ગલ્લાના પૈડા છ ચેવા મોટા લ્યા એવો
રૂપિયો અતો રાંણી છાપનો,
ઘહઇન્
ઘહઇન્ એવો નેનો થઇ જયો કઅ
નહીં
પ્હોચતો પગાર તારાં બાપનો
રાંમની વાતો તો એથી જૂના જમાંનાંની
ઈનું વાંચીન્ તું ના ભેંકડાઓ તાંણ...મા મનઅ ....
બાપ તારો કાંય નહી દસરથ રાજા ક નહી
મું યે અયોધ્યાની રાંણી,
રાંમે તો રાંણીનો માગ્યો હજીરો ‘લ્યા
ખોપડી તારી ય થઇ કાંણી
રાજાના ઘરની તુ વાતો કરઅ લ્યા પણ
ઘરનો ખૂણો તો પ્હેલો જાંણ...મા મનઅ ......
No comments:
Post a Comment