એક ટશર લઇ અંધારાને ભાગ, પછી પગ લાંબા
કર,
કડવા અંધારાને કડવું વાગ, પછી પગ લાંબા
કર.
ખાધાં છે ચાખેલ બોર એ વાતથી તું ભરમાઈ
ન જા
થોડુંક તું શમ્બુકની આંખે જાગ, પછી પગ
લાંબા કર.
લાવાથી ખદબદ ધરતી પર કરારના છંટાયાં
જળ,
ઉપવાસે જે હડપ કર્યું તે માંગ, પછી પગ
લાંબા કર.
આશ છોડ નરસિંહ પ્રગટવાની ને એક જ કામ
તું કર,
તું જ ધરાનો સ્થંભ, જોશમાં ફાટ, પછી પગ
લાંબા કર.
ચેલૈયાનું શીર્ષ માગતા ભૂદેવને ભૂ પીતો
કર,
માથું એનું ખાંડણિયામાં વાટ, પછી પગ લાંબા કર.
રામ-અનુજોએ ઘેર્યો છે ચોફેરેથી આજ તને,
પંખ જટાયુની થઈને તું ત્રાપ,પછી પગ લાંબા કર. .
(‘નયા માર્ગ’)
૧. ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળની
વિરુદ્ધમા આદરેલા ઉપવાસ પૂના કરાર પછી છૂટ્યા તે સંદર્ભ
No comments:
Post a Comment