વાત તો હજી ક્યાં કોઈ કહી શકાઈ છે?
કાગળની જિંદગી ય ક્યાં ચીતરી શકાઈ છે?
બદમાશ હું સ્વભાવથી નથી તે છતાં
નિર્મળ નજરથી ક્યાં તને નીરખી શકાઈ છે?
ભળવાને એકમેકમાં મથતા રહ્યાં સતત
ભઠ્ઠ સાલી જાત ક્યાં ભૂલી શકાઈ છે?
તા.૧૫.૩.૧૯૮૯
જાત=Self, Caste
No comments:
Post a Comment