સાવ સુક્કીભઠ્ઠ છું અટકળ હજી
બંધ તારાં બારણે સાંકળ હજી
ઊંઘ તારી સાવ અકબંધ છે હજી
પીને ભગવું ઘોરતી પાંપણ હજી
ના, તને ભૂલી કદીયે નહીં શકું
દુઝ્યા કરે સદીઓ બનીને પળ હજી
ગ્રંથ બનતાં તો સમય બહુ લાગશે
મેં અલગ છે તારવ્યાં ટાંચણ હજી
આમ બીકથી ધ્રૂજ ના આગોતરો
મેં શરૂ વણવું કીધું ખાંપણ હજી
No comments:
Post a Comment