સ્વપ્નની એક ટ્રેનની નીચે પડ્યાની વાત છે
ને બધા ટુકડા પરસ્પર બાખડયાની વાત છે
‘બાઈ બાઈ ચાયણી’ ઘર ઘર રહ્યો ફરતો સતત
ત્યાં જ અધવચ કોઈના આવી મળ્યાની વાત છે
‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ એ વાતમાં શું માલ છે?
છાલાં પડેલી પાનીઓ ચૂમી ટક્યાની વાત છે
તા.૨૦.૪.૧૯૮૮
(‘નયા માર્ગ’)
No comments:
Post a Comment