જાતનો ભાર
ફગાવ્યો તો ખરી વાત બની
ભલે ને લોક કહ્યા કરતુતું તું કમજાત બની
મારાં થીગડા દીધેલ શરત જેવાં શબ્દ છે પણ
તારાં સપનાના સ્પર્શથી ગઝલ મિરાત બની
વિચિત્ર એ વળાંકની છે વાટ એવી કે
મળી નજર કોમળ તોય વજ્રઘાત બની
એક નાનીશી વાદળી છે વરસી એવું કે
જુવું છું ખુદ મહીંહું વણખૂટ્યો પ્રપાત બની
એક ધીમી શી લ્હેરખીથી કડડભૂસ તૂટ્યો
ફરીથી તેં જ મને સર્જ્યો ચક્રવાત બની
તા.૭-૩-૧૯૮૮
No comments:
Post a Comment