Sunday, June 15, 2014

માટલીની પ્યાસ લઈને



એક હરતીફરતી જ્વાળા થઈને ચાહું છું તને
ને પછી પાણી બનીને મળવા આવું છું તને

ગામછેડેના  કૂવાકાંઠા  સમી છે તું સનમ
માટલીની પ્યાસ લઈને ભરવા આવું છું હું તને       

ઇંધણા પેઠે હું નીચે ભડભડું છું અય સનમ

દૂણી-કલાડી  ચૂલા પર તપાવું છું તને

No comments:

Post a Comment