Sunday, June 15, 2014

વરસાદમાં



કેટલી સદીઓ લગી પ્રજળ્યા છીએ વરસાદમાં
આગના રેલા બની સરક્યા છીએ વરસાદમાં

સાવ સુક્કાભઠ્ઠ ઠોયા સમ ઊભાં છીએ છતાં
હોઠ મલકાવી મરક મરક્યા છીએ વરસાદમાં

સમયની વાત હો કે સમયની વાત હો
સાવ ખાલી પીપ સમ ખખડ્યા છીએ વરસાદમાં

No comments:

Post a Comment