આમ ના સૂગથી તું
ઠોકરે ચઢાવ
રણનુંય હું છું
ફૂલ તું ઉઠાવ મને
થાકના બોજથી
તૂટતા આ સ્કંધ તલસે છે
ઝાંખા દીવડાનો
લઇ ઉજાસ તું નવડાવ મને
શોષ્થી સુકાતો
છે કે જીવન મારું
મળે મૃગજળ તો
ભલે એય તું પિવડાવ મને
મારાં ખોબામાં
ટટળતો જો ખાલીપો છે ભર્યો
લે તારાં હાથના
સાગરમાં તું સમાવ મને
તારા મળ્યું એ
આભલું તો નથી માગતો
હુંઆ ભૂમિમાં
દઈને હાથ તું દફનાવ મને
No comments:
Post a Comment