Sunday, June 15, 2014

વાજબી છે



વાદળ સમું ગરજતો ઇનકાર વાજબી છે
પલટાતાં પડખા જેવો પ્યાર વાજબી છે

સાથળમાં સાપ થઈને ડંખ્યો છું રાતભર હું
મારા તરફનો તારો ધિક્કાર વાજબી છે      

પાંપણમા મારી ખાબકે પીપળાનાં પાંદડાંઓ
વંટોળ જેવો તારો ફુત્કાર વાજબી છે

No comments:

Post a Comment