ચોસલાં થઈને બાઝી ગયેલાં
અધ્યાસનાં ગચિયાં
જલદી છૂટતાં નથી
કે એકદમ વરાળ થઇ
ઊડી શકતાં નથી
એ હું જાણું છું
ને એટલે જ
તું દીવો કરે છે
એટલા માત્રથી
હાલ મને તારો વિરોધ નથી
કેમકેએ વખતે તું માણસ હોય છે,
પણ જ્યારે તું
એ જ દીવો લઈને
બીજાનું ઘર બાળી કૂટવા નીકળી પડે છે
ત્યારે તું માણસ નથી રહેતો
ને એટલે હું માણસ તરીકે
તું મંદિરમાં જાય છે
એટલા માત્રથી
હાલ મને તારો વિરોધ નથી
કેમકેએ વખતે તું માણસ હોય છે,
પણ જ્યારે તારી આંખ
મુગટના સોનાના ચમકારથી અંજાઈ જઈ
બીજાના પરસેવા પર
ત્રાટક કરતી થઇ જાય છે
ત્યારે તું માણસ નથી રહેતો
ને એટલે હું માણસ તરીકે
તારો વિરોધ કરું છું.
તું ટોકરી વગાડે છે
કે કાંસીજોડા કૂટે છે
એટલા માત્રથી
હાલ મને તારો વિરોધ નથી
કેમકેએ વખતે તું માણસ હોય છે,
પણ ગતિમાં આવેલા એ હાથ
કોઈનું માથું તોડવા પથ્થર બની જાય છે
ત્યારે તું માણસ નથી રહેતો
ને એટલે હું માણસ તરીકે
તારો વિરોધ કરું છું.
તું દશાંગ ધૂપ કરે છે
ને પલાંઠી વાળે છે
એટલા માત્રથી
હાલ મને તારો વિરોધ નથી
કેમકે એ વખતેય તું માણસ હોય
છે,
પણ જ્યારે એ ધુમાડો
વ્યાસપીઠ ચકરાવે ચઢી
દીવાલોમા ફેરવાય છે
ત્યારે તું માણસ નથી રહેતો
ને એટલે હું માણસ તરીકે
તારો વિરોધ કરું છું.
(’નયામાર્ગ’)
No comments:
Post a Comment