Sunday, June 15, 2014

મને તું વાત કર



મૂંઝાય જો કાગળ મને તું વાત કર
સુકાય જો વાદળ મને તું વાત કર
                                           
ટેરવાં છલકાયાં છે કોના સ્પર્શથી
હોય  જો અટકળ મને તું વાત કર

બંધ દ્વારે શ્વાસના ગોટા ચઢે
વિસરાય જો સાંકળ મને તું વાત કર

ચંદ્ર જેવું સ્વપ્ન વરસી જાય ને
છલકાય જો સાથળ મને તું વાત કર

સાવ મુફલિસે લખ્યાં છે કવન

થાય જો આદર મને તું વાત કર

No comments:

Post a Comment