કબૂતરો ગુટરઘૂ
ગુટરઘૂ કર્યાં કરે છે
ને ખિસકોલાઓ
કર્યાં કરે છે
કિલકિલાટ .
રામજી મંદિર પર
ફરતી રહેલી
ધોળી ધજાનો છેડો
ચીંથરામાં પલટાઈ
ગયો છે.
મંદિરમાં
પીંખાતી
ચીસના ટકરાવાથી
ને
મસ્જિદ પર ફરકી
રહેલી
લીલાં રંગની
ધજાનો રંગ
ઊડતો જાય છે .
મસ્જિદમા નમાજ
પઢવાથી વંચિત
કલા બુરખામાં
પ્રગટી રહેલી
તેજસ્વીતાના
તાપથી
ને તોયે
કબૂતરો ગુટરઘૂ
ગુટરઘૂ કર્યાં કરે છે.
મંદિરના
ગર્ભગૃહમાં
બનીને મદમસ્ત
ખિસકોલાઓ
કિલકિલાટ કર્યાં
કરે છે.
મસ્જિદના છજા
રહીને એકલાએકલા
એમની આવતી કાલની
અવદશાથી
અજાણ-બિનવાકેફ.
No comments:
Post a Comment