Sunday, June 15, 2014

ગડગડે છે


કદીક આંખ ઊંચી કરી ભળે છે
નગારું થઇ દ્રોણ ત્યાં ગડગડે છે

હજી મ્હેણાંટોણાં બની તીર ખૂંચે
બની મત્સ્ય જળ જો હજી તરફડે છે

અરધ  આભમાં તીર એવું ખલાયું
હજી આભમાં કુંભ તરસે મરે છે

ભણી છે ગણી છે હવે ભીલકન્યા
ચતા વીંટી થઇ દુર્વાસાઓ જડે છે

હજારો અભરખા ને અરમાનો છે પણ
બની લંક રાવણ હજી ભડભડે છે


No comments:

Post a Comment