Sunday, June 15, 2014

ઢળેલો છું



કોલસા તોડતી કન્યાના હાથ જેવો છું
બધે ન પૂછ રંગરૂપથી હું કેવો છું

મોડિયો બંધ અને આવ ચાલના નાકે
વધૂને પોંખતા તોરણ સમો ઊભેલો છું

તને જો રસ પડે તો રસની વાટ આદરીએ
છેક નળિયાં લાગી હું રસથી ભરેલો છું

સૂર્ય પણ આવશે ને આવશે ચાંદાનાં કિરણ
અગાશી જેમ આસમાનમાં ખૂલેલો છું

એમ ન માન કે ધરાથી મુખ મેં મોડ્યું છે
ઢાળિયા   જેમ હું ધરા ભણી ઢળેલો છું

(‘કંકાવટી’)

No comments:

Post a Comment