ભૂરા ભટ્ટાક વાળ જેવું ઝૂમેલ તને પ્હેલી એ રાતનું
અજવાળું યાદ છે?
આંખોના છેવાડે ઊગેલા
આયનામાં
સપનાંનાં આછેરા
ચ્હેરા,
જોયા નાં જોયા કે
નળિયાંની રેત બની
આંખોમાં છાપરાં
ઝરેલાં,
બાકોરે પેસીને ચાંદો હસેલ
તીર જેવું તીણુંતીણું
ખટકાળું યાદ છે?
બોટલમાં ઠોકેલા બિલ્લા
જેવો હું
ને એમાં દિવેટ
જેવી તું,
ઝીણેરા અજવાળે
ભીનુંભીનું ગાતો
ખાટલોય ચૈડ ચૈડ
ચૂં.
બાળકના ઘોડીયા જેવું ઝૂલેલ આંણ જૂનું જૂનું ને વળી
કટકાળું યાદ
છે?
(‘વ્યથાપચીસી’)
આંણ = ખાટલા
ભરવાની સુતરની દોરી
No comments:
Post a Comment