આમ તો શબ્દોનું ટોળું હોય છે
સૂંઘતાં તારું પગેરું હોય છે
તું મને મળશે કદીક આ વાટમાં
સ્વપ્નસરસું એ જડેલું હોય છે
હે સવર્ણ તું બને કંપાસ તો
મધ્યબિંદુ મુજ હૃદયનું હોય છે
સહેજ છેટું હર વખત રહી જાય ને
લોકને જાહેર જોણું હોય છે
તીક્ષ્ણ કાંટા વચ્ચે ખુશ્બૂ ખીલતી
મુજ હયાતીનું ય એવું હોય છે
No comments:
Post a Comment