મને
ગોવર્ધન ગિરિધારીની
ટચલી આંગળીમાં
જેટલી શ્રધ્ધા નથી
એટલી શ્રદ્ધા છે
પ્રિય,
તારી તર્જનીમાં.
રથના તૂટું તૂટું થતા
પૈડાના કિચૂડાટ વચ્ચે પણ
હું ઊભો છું
હજી અડીખમ
એક તારા સહારે
અને
પૈડું નીકળી જવાના
મારા અંદેશાનો
આદર કરીને
ક્યાંકથી
તું આવી ચઢી ચી
યુદ્ધના મેદાનમાં
કૈકેયીનું રૂપ ધરીને.
હવે તો હું
રામનો ય બાપ છું
પ્રિય યુદ્ધ જીતવા વિશે
હવે મને લગીરે શંકા નથી
કેમ કે
ગોવર્ધન ગિરિધારીની
ટચલી આંગળીમાં
જેટલી શ્રદ્ધા નથી
એટલી શ્રદ્ધા છે
પ્રિય,
મને તારી તર્જનીમાં.
No comments:
Post a Comment