Saturday, December 13, 2014

એ છેલ્લો ઊભેલો



ઢળે છે,પડે છે અને કરગરે છે;
એ છેલ્લો ઊભેલો હજી વલવલે છે

મછંદર ભી આયા,દિગમ્બર ભી આયા
મહાત્માઓ સીધા રવાડે ચડે છે

યહાં માર્ક્સ આયા ઔ’ માઓ  ભી આયા
છે ધૂંસરી વર્ગની જે નડે છે

સચ સચ બતાના સહી બાત કરના
કઈ થિયરી છે જે એને ફળે છે

સારા ગગન આંખમેં ભર લિયા હૈ
પણ પગલાં ઊંડા કળણમાં પડે છે

આંસુ બહાના ભી આયા ન હમકો
હજી હિમની આંખ એ ઓગળે છે 

No comments:

Post a Comment