Friday, December 12, 2014

ચૌદમી એપ્રિલ,૧૯૮૪





ધોમ તડકે
ચીમળાયેલાં ફૂલોની ગંધથી
એ અકળાઈ ઉઠ્યો છે,
તૂટતા જાય છે એના શ્વાસ,
હારતોરાના પાટા
બંધાઈ ગયા છે એનાં ચશ્માં ફરતે
હવે એમાંથી આપણે કશું જોઈ શકીએ એમ નથી
બબ્બે નગારા-યાત્રાઓ
વહેરી રહી છે એના શરીરને
કરવત બની.
એક બાજુથી ધસી રહેલા
ગબ્બરવાળીના ગરબાના સડેલા સૂર
અને
બીજી બાજુથી ધસમસી રહેલા
મ્યુઝિકલ પાર્ટીના પરાણે જન્મેલા ઊછળતા સૂર
એકબીજા સાથે અથડાઈને
જન્માવે છે વર્ણસંકર ઘોંઘાટ,
ઘોંઘાટ વચ્ચે એ ભીંસાઈ રહ્યો છે.
તીસરા તરઘટ જેવા ફૂટતા
ધડાકા એટમના
વીંધી રહયા છે એના કાનને.
એ તરફડતો તરફડતો
ડોક ઊંચી કરીઆજુબાજુ જુએ છે ત્યાં તો
લાલ,લીલી,પીળી રોશનીનાં કિરણ
ભાલોડા બની ભોંકાય છે એની આંખમાં.
ને પછી
ઘેરો અંધકાર,
અંધકારમાં વિલીન થતી
એની દિશા ચિંધતી આંગળી......

No comments:

Post a Comment