એમના કેમેરાનો લેન્સ
તરડાયેલો છે.
મને બનાવીને ગુલામ
વિવિધ મુદ્રામાં પાડ્યા
છે મારા ફોટા
એ લોકોએ
એ જ કેમેરા વડે.
એ ફોટાઓ એટલે શ્રુતિ અને
સ્મૃતિ
ગીતા અને રામાયણ,
ચાલ્યા કરી છે આ જ પારાયણ
પણ હવે
હું
મારા જ કેમેંરા વડે
પાડી શકું છું ફોટા
મારા અને એમના
છે એવા જ .
એટલે એ લોકો
મચાવે છે બુમરાણ ;
અલગ કેમેરાની જરૂર નથી.
અલગ કેમેરાની જરૂર નથી.
No comments:
Post a Comment