સૌ ગરીબ સાથે બોલો
ઇન્કલાબ
ઇન્કલાબ ઇન્કલાબ ઇન્કલાબ
સર્વહારા સાથે બોલો
ઇન્કલાબ
એમનાં મકાનો બનાવ્યા આપણે
એમની ફેક્ટરીઓ બાંધી છે
આપણે
ને બુલડોઝરની ફૂક્થી તૂટે
છે ઝુંપડા
કાળું ધબ્બ આભ ને નોંધાણા
આપણે
લગાઓ એક ફૂંક લાલ થાય આભ
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ
સૌ ગરીબ સાથે બોલો ઇન્કલાબ
નદીઓ પર બંધો બાંધ્યા છે
આપણે
ખોદ્યા તળાવ કૂવા વાવ ગાળ્યા
આપણે
ફ્લેટમાં તો રાતદિન
રેલછેલ છે
ને લેનમાં ઊભીને ઝઘડતા
આપણે
ધખતા ગળાની તોપથી દઈ દો
જવાબ
સૌ ગરીબ સાથે બોલો
ઇન્કલાબ
લીલેરા ધાન લણીએ ને પીળા
આપણે
ભૂખ્યાડાંસ પેટ સાવ
ફિક્કા આપણે
રે ચુંટણીબાજ સૌદાબાજ
કારસા રચે
ને પાંચ પાંચ વર્ષે
લુંટાતા આપણે
કે ફિક્કી આંખમાં ભરી દો
લાલ ખ્વાબ
સૌ ગરીબ સાથે બોલો
ઇન્કલાબ
No comments:
Post a Comment