જી-પાંણી લ્યા ખાંવ તમે નઅ
ચૂહી ચૂહી ખોખલું કરી
અમનઅ આલો ખેંચવા માટે
ખોખલું ખાલી ચીરવા માટઅ
મોટું જાંણી દાન કર્યું ઈમ કે’તકઅ:
‘લ્યો ચોદીનાંવ
લઇ જાંવ આંનઅ
ચૂહવા માટઅ
ભેજો, ગુલ્લી કૈડવા માટઅ
કોંકણી કરી શેકવા માટઅ
ચાંમ્ડા ધોઈ કમાંવ લ્યા જલ્દી
ઢહડી તાંણી જાંવ લ્યા આંનઅ.
ઢહડી તાંણી જાંવ.
(પોતાના માણસો તરફ ફરીને)
ચાં હુંદી લ્યા હાંભળો આવું?
ચાં હુંદી લ્યા હાંભળો આવું?
ઘેલફાડ્યાંન્ કૈ દો, ‘અમે નૈ લેવાના
ચૂહજો ભેજો
કૈડજો ગુલ્લી
કોંકણી કરી શેકજો તમે
આર ઘોંચીનઅ
છરીથી ઉખેડજો તમે
કુંડમાં છબ છબ કરજો તમે
ચાંમડા રંગી વેચજો તમે
જાંવ ચોદીનાંવ
નૈ આવવાના
તાંણવા માટઅ નૈ આવવાના
આંબાવાડિયા નાખજોગોડી
તોડાય એટલા નાખજો તોડી
ફોડાય એટલા નાખજો ફોડી
ભોડા, ઢેકા ન્ મુવાળા
પણ અમે તો નૈ આવવાના
તાંણવા માટઅ નૈ આવવાના
દ્યો ફેંકી લ્યા આર છરી નઅ
નાખો દૂણી છાસની ફોડી
લઇ દાતેડાં હાબડા રે’જો.
આવ ઘોડીનાઓ જો ચડી
આંતેડાઓ નાખજો કાઢી
બુક્કા ઈમ્ના નાખજો કાઢી
કકડા કકડા નાખજો કરી
બોટ્ટઈ બોટ્ટઈ નાખજો કરી
ગદ્ધાડીની હું હમજી છઅ
આપણન આ ભાત નઅ કઢી?
કાંય ન કરો તો કાંય નૈ પણ
ખપી જજો ખપવું પડઅ
મરી જજો મરવું પડઅ.
પણ જસો ના ખેંચવા માટઅ
ખોખલાં ખાલી ખેંચવા માટઅ
ખોખલાં ખાલી
ચીરવા માટઅ
ના જસો લ્યા ના જસો લ્યા
ચૂહઈ જેલા ખોખલાં ખાલી
ખેંચવા માટઅ.
No comments:
Post a Comment