આઝાદી આવી તો એને રંગી કળા કુચડે
કાગળમાં આપીને બાંઘ્યું ગધ્ધાડાના પૂંછડે
લાંતલાત કરે ગધ્ધાડાઓં લાંભો કયાંથી લઈએ રે
છાપામાં એ જોશથી ભૂંકે કોને જઈને કહીએ રે
આઝાદીની રૂડી પોતડી રે એમ પહેરી નાજાણી
હાય શેઠીયા હાયે હાયે હાય
આઝાદીની રૂડી પોતડી પહેરી નાજાણી
હાય બિરલા હાયે હાયે હાય
મુદ્દા ઉપર મુદ્દા આવે સરવાળે તો મીંડું રે
મુર્ગી બેઠી સેવે એ તો બાફેલું છે ઈંડું રે
પંચાયતનો પ્રમુખ પાડે મસમોટેરું છીંડું રે
ઢેડના લમણે ઢેખાળા સરકારી ખાતું મીઢું રે
ગામના કૂવાએ અમે અળગા ઊભીને હજી માગીએ છીએ પાણી
હાય હિન્દુ હાયે હાયે હાય
ઢોલ ને નાગારે અમે પૈણવા ગયા તો તમે તલવારો તાણી
હાય હિન્દુ હાયે હાયે હાય
તલવારો ને બંદુકોથી બની ગયા છે રાજા રે
તો ય અહિંસા-શાંતિનાં અહીં હરદમ વાગે વાજાં રે
પેટને ચોંટી જળો બોલતી ખાવ ધરમનાં ખાજાં રે
શહેરોમાં પણ બંધ કર્યા છે મિલોના દરવાજા રે
ઝૂંપડીમાં કરે લુંટાલુંટ ને મ્હેલોમાં ભરે દાણોપાણી
હાયે શેઠિયા હાયે હાયે હાય
બિરલા તારી મિલો બંધ નાખી તે ક્યાં તારી કમાણી
હાયે બિરલા હાયે હાયે હાય
ચૂંટણીની ઋતુમાં વરસે વચનોનો વરસાદ રે
ગાદીપર બેઠા કે તરત જ બની જતા એ બાપ રે
પાંચ વરસ એ મીંડામાંથી મીંડું કરતા બાદ રે
હજી ગુલામી કાયમ એનો માગે કોઈ હિસાબ રે
સાંકડમાંકડ ઝૂંપડપટ્ટી જોડે ઊભા મ્હેલો રે
‘કિસકે બાપકા દેશ હૈ જીતના લે સકતે હો લે લો રે ‘
કહીને બધ્ધું છીનવી દીધો આપણને હડસેલો રે
હવે બચેલા દેશને બધ્ધા બળદ બનીને ઠેલો રે
ખખડી ગયેલા દેશ ને બધ્ધા બળદ બનીને ઠેલો રે
(“સંકલન ગીત”)
No comments:
Post a Comment